અતિ તેજોમય દેવાધિદેવ, કરે અનંત ભુવનપતિ ચરણસેવ.૪/૪

અતિ શ્રદ્ધાને ભક્તિ પ્રેમથી રે, રૂડા શાક કરે મહારાજ.
સહજાનંદ સ્વામી હેતથી રે.                                            ||ટેક||
નાખે હવેજ ઘી અતિ ઘણું રે, મુનિજનને જમવા કાજ.                 સહ.૧
પેર્યું વસ્ત્ર અતિ પીળું થયું રે, લુયા હળદીવાળા હાથ સહ.
પેલા મોટા મોટા મુનિને તેડીયા રે, તેને જમી જમાડે નાથ.            સહ.૨
પછી સંતની પંકિતમાં હરિ રે, આવ્યા પીરસવા ઘનશ્યામ. સહ.
લેઇ ડંકો ફેર્યા શાક સંતને રે, મુનિ જમી થયા નિષ્કામ.                સહ.૩
પછી ગામથી બાહેર સભા કરી રે, મધ્યે શોભે તારામાં જેમ ચંદ. સહ.
ત્યાં આવ્યા તે નટવા નાચવા રે, તેણે માંડ્યો કપટનો ફંદ.            સહ.૪
નવ ચાલ્યું કપટ હરિ આગળે રે, પડ્યા જુઠા આવીને લાગ્યા પાય સહ.
વાલે મંજુકેશાનંદને રે, કરી લીલા તે કેમ વર્ણવાય.                   સહ.૫

 

મૂળ પદ

જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી