અતિશે ધન્ય ધન્ય વ્રજસુંદરી હો, ૪/૪

 પદ ૪/૪ ૩૫૦

અતિશે ધન્ય ધન્ય વ્રજસુંદરી હો,
હાંરે સુંદરી રે જીનકે વશ શ્રી ઘનશ્યામ.                                  ટેક.
દધિભાજન ફોર્યો તબ જશોમતી, દામસેં બાંધે દયાળ;
દામોદર હોય મહાતરૂ તારે, નિજજન વશ યું ગોપાળ. અતિશે ૧
વ્રજવનિતા સબ હોરી ખેલત, પકર લીયે નંદલાલ;
પહીરીયે ચૂરી અરૂ ચુંનર, દ્રગ કજરે હેં તતકાળ.                      અતિશે ર
વૃંદાવનમેં રાસ રચ્યો તબ, જાન ન દિનિ જોઇ,
અતિ પ્રેમી તન પ્રાનકું તજીકેં, સબસેં પ્રથમ મિલી સોઇ.          અતિશે ૩
રાસકી ક્રીડામેં ગોપીનકું, જો ભયો કૃષ્ણ પ્રસાદ;
શિવ વિરંચી શ્રીશુક સનકાદિક, સબહુ યહ દુર્લભ સ્વાદ.          અતિશે ૪
કૃષ્ણકું અતિ વલ્લભ વ્રજવનિતા, ગોપીકુ વલ્લભ કાન;
મુક્તાનંદકે શ્યામસોં રસબસ, હોય રહિ હેં એકતાન.                 અતિશે પ 

મૂળ પદ

ધન્ય ધન્ય વૃંદાવન ભૂમિકું હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી