અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે, ૨/૨

અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે, 
સંભારુ હું શ્રીજી તમોને, ઠરે છે છાતિ મારી રે..                 અતિ૦ ૧
મોહન મારી મુડી છો તમે, તમે છો મારે આધાર રે, 
કૃપાળુ મારા પ્રેમના સાગર, શ્રીહરિ ધર્મકુમાર રે..             અતિ૦ ૨
ચરણ તમારા સુખ દેનારા, ચિત્તમાં સ્નેહે સંભારુ રે, 
તમને મારા હૈયે ધારુ, લાગે મને બહુ સારુ રે..                અતિ૦ ૩
શ્રીજી મહારાજ અતિરૂપાળા, પ્રેમ ભરેલી મૂરતિ રે, 
શ્રીહરિ સુખના સાગર તમને, ભુલવા નથી ઉરથી રે..          અતિ૦ ૪
જ્ઞાનજીવનને મળજો મોહન, રૂડી મૂર્તિ તમારી રે, 
બીજુ ભૂલ્યે પણ નવ દેજો, મારી વિનંતિ સ્વીકારી રે..         અતિ૦ ૫

મૂળ પદ

મૂર્તિ તારી છે મને પ્યારી

મળતા રાગ

અમી ભરેલી નજરું રાખો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી