મૂર્તિ માગું છું એક તમારી, મારી આશા પુરો અવતારી, રહું સદાયે તમને જ ધારી ૪/૬

મૂર્તિ માગું છું એક તમારી, મારી આશા પુરો અવતારી,
રહું સદાયે તમને જ ધારી, બીજુ સર્વે હું મેલુ વિસારી...૧
એવી અંતરે આશા છે મારે, થશે પુરી તમે કરો ત્યારે,
એક આવે તમારો આનંદ, બીજુ લાગે દુઃખદાયી કંદ...૨
મારા સ્વામી શ્રીજી સહજાનંદ, ડુબ્યો રહું તમારે આનંદ,
રહે એક તમારું જ તાન, એવું માંગુ છું જીવન જ્ઞાન...૩

મૂળ પદ

ગોપીનાથજી વ્હાલા દયાળું

મળતા રાગ

મહા બળવંત માયા તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી