આજ આવ્યો અવસર અણમૂલો ના ભૂલો ઘડી ભગવાન રે, સહુ સ્મૃતિ રાખો શ્યામની ૨/૪

 આજ આવ્યો અવસર અણમૂલો, 

ના ભૂલો ઘડી ભગવાન રે, સહુ સ્મૃતિ રાખો શ્યામની..
સ્મૃતિ માટે સાચી ભકિત કરો, 
રાખો ધર્મ વૈરાગ્ય જ્ઞાન રે...                       સહુ સ્મૃતિ૦
હરિ સ્મૃતિ સાચુ સુખ છે, 
વિસ્મૃતિ છે મોટું દુઃખ રે...                            સહુ સ્મૃતિ૦
થાવું જાણી જાણી વિષયવિમુખ, 
તો મન રહે હરિ સન્મુખ રે...                        સહુ સ્મૃતિ૦
જાણો મૂર્તિ સુખનું ધામ છે, 
પંચવિષય દુઃખનું દર રે...                          સહુ સ્મૃતિ૦
કરી સાચા સંતનો આશરો, 
કરો જબરો અખંડ આદર રે...                      સહુ સ્મૃતિ૦
નરતનનું તો એ ફળ છે, 
તજી ભોગ ભજો ભગવાન રે...                      સહુ સ્મૃતિ૦
વારે વારે નરતન મળે નહીં, 
થઇ જ્ઞાનજીવન સાવધાન રે...                      સહુ સ્મૃતિ૦

મૂળ પદ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે

મળતા રાગ

એક ઝાડ માથે ઝુમખડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી