ગિરધર કહે સુણો ગોપી આવ્યા કેમ, ગિરધર કહે સુણો ગોપી, ૩/૨૩

પદ ૩/૨૩ ૪૫૫
 
ગિરધર કહે સુણો ગોપી આવ્યા કેમ, ગિરધર કહે સુણો ગોપી,કુળ મરજાદા લોપી.  ટેક.
વન જોઇને જાઓ ઘેર વિનતા રે, રૈયુ શરદ રતે ઓપી.  આવ્યા ૧
પતિવ્રતાને પીયુજીને ભજવો રે, તન મન ધન સર્વે સોંપી.  આવ્યા ર
કઠણ વચન કહી કહી હાર્યા રે, રહી અચળ પગ રોપી.  આવ્યા ૩
મુક્તાનંદ અધર ડસી અબળા રે, કાન સંગ બોલીયા કોપી.  આવ્યા ૪ 

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી