માનિની મનમાં ચિંતવે, કેમ ના’વ્યા સુંદર શ્યામ ૪/૧૫

માનિની મનમાં ચિંતવે, કેમ ના’વ્યા સુંદર શ્યામ;
	વાર થઈ કેમ વિપ્રને, નવ સર્યું મારું કામ...૧
જો નહિ આવે જદુપતિ તો, તજીશ મારા પ્રાણ;
	એવામાં દ્વિજ આવિયો, જેમ આવે રામનું બાણ...૨
વિપ્ર વદન જોઈ વનિતા, મન આનંદ વાધ્યો અપાર;
	પ્રાણજીવન પધારિયા, જગજીવન જગદાધાર...૩
કુંદનપુર હરિ આવિયા, સૂણી ભૂપતિ ભીમકરાય;
	સામા જઈ સન્માન કીધું, આનંદ ઉર ન સમાય...૪
ત્રિકમ તોરણ આવિયા, વરત્યો તે જયજયકાર;
	મુક્તાનંદ કહે માનિનીના, પુણ્યતણો નહિ પાર...૫
 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
3