માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન ૭/૧૫

માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન;
	પરણે તે રાણી રુકમણિ, વર વાંછિત શ્રીભગવાન...૧
જાદવ જાનૈયા થયા, વળી માંડવિયા પણ સોય,
	વિધિ સહિત વિવા રચ્યો, કસર ન રાખી કોય...૨
માણેક સ્થંભ મંડપ રચ્યો, મધ્યે ચોરી બાંધી સાર;
	મોહન આવ્યા માયરે, કોટિ ભુવનના કિરતાર...૩
માથે તે મુગટ જડાવનો, કાને કુંડળ મકરાકાર;
	બાંયે બાજુબંધ બેરખા, કોટે કૌસ્તુભમણિનો હાર...૪
શોભે ઘણા શણગારમાં, પીતાંબર અતિ ઉદાર;
	હેમકડાં બેઉ હાથમાં, પાયે ઝાંઝરનો ઝમકાર...૫
વાલાનું વદન સોહામણું, જાણે ઊગ્યો પૂનમનો ચંદ;
	મુક્તાનંદ કહે મોહનવરને, જોઈ થયો રે આનંદ...૬
 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મી વેકરીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


વધાઇ
Studio
Audio
0
0