વરકન્યાની જોડ બીરાજે, જોતાં કોટિ કામ છબી લાજે૯/૧૫

પદ ૯/૧૫ ૪૮૪
વરકન્યાની જોડ બીરાજે, જોતાં કોટિ કામ છબી લાજે. ૧
વાજે દેવનાં વાજાં અપાર, પરણે અખીલ ભુવનનાં આધાર. ર
બ્રહ્મા ઉચરે વેદ વચન, જય જયકાર થયો ત્રિભુવન. ૩
ચારે ફેરા હરિ સંગ ફરીયા, નારી જગના જીવનજીને વરીયાં. ૪
શોભે અખંડ અલૌકિક જોડ, માથે બત્રીશ ભમરીનો મોડ. પ
લાડો લાડી જમે રે કંસાર, જેનો નિગમ ન પામે પાર. ૬
મુક્તાનંદ કહે મહા સુખકારી, એવા ચરિત્ર કરે ગિરધારી. ૭

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અખંડ વરનો વિવાહ
Studio
Audio
0
0