કંસાર જમતાં કામિની, બોલે વિવિધ વચન રસાળ.૧૦/૧૫

પદ ૧૦/૧૫ ૪૮૫

 કંસાર જમતાં કામિની, બોલે વિવિધ વચન રસાળ.
 શ્યામ સુંદર તેને સાંભળે, હસતા તે દિનદયાળ. 
 બંદીજન જયજય કરે, ગાય ગાંધર્વ મધુરાં ગાન;
 અનંત નાચે અપસરા, સૂર આવ્યાં ચડી વિમાન. 
 બ્રહ્માદિક સુર પુષ્પવૃષ્ટિ, કરે તે વારમવાર;
 ઢોલ નગારાં ગડગડે, વાજીંત્રોનો નહિ પાર. 
 ચારે મંગળ વરતિયાં, વર કન્યા ભલી બની જોડ;
 રૂકમણી લઇને આવીયા, દ્વારકા શ્રીરણછોડ. 
 દીન જાણીને દયા આણી, પુરી મનની આશ;
 મુક્તાનંદ કહે ચરણસેવા, દઇને રાખ્યાં પાસ. 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0