શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે શરણાંગત જન પ્રતિપાળા રે, તારે ભરોંસે ..૧/૧૧

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે......
શરણાંગત જન પ્રતિપાળા રે, તારે ભરોંસે......
ભવસાગર ભરીયો નીરે, જાવું છે સામે નીરે...
ચાલે નાવ આ ધીરે ધીરે રે, તારે ભરોંસે...
આ અગાધ જળમાં આવ્યું, સમતોલ નહીં રહેવાયું....
ભર દરિયે નાવ ઝુકાવ્યું રે.... તારે ભરોંસે...
અંતર અકળામણ ભારી, આશા છે એદજ તારી....
ઉગારો વિશ્વ વિહારીરે.... તારે ભરોંસે...
પ્રભુ જીવન નૌકા તારો, ભવજળથી પાર ઉતારો....
મનમોહન આશરો તારો એ.... તારે ભરોંસે...
સાખી..
એક ભરોંસો આપનો, ભવસાગર મોઝાર
નૌકા મનમોહન પ્રભુ, કરજો ભવજળ પાર
સં – 2005 પોષ શુદ- 3 – રવીવાર. ગોંડલ.

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

મળતા રાગ

જમોને જમાડુ રે જીવન મારા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી