પ્રાતઃ સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાએ રે;૨/૧૦

પદ ર/૧૦ ૪૯૨
પ્રાત:સમે પુરુષોત્તમનું મુખ, ચિંતવતા સુખ થાએ રે;
શંકર શેષની સમતા પામે, જન્મ મરણ દુઃખ જાએ રે. ટેક.
વામ શ્રવણમાં શ્યામ બિંદુની, શોભા અતિસે સારી રે.
નાસા નિકટ કપોળે જમણે, ટિબકડી સુખકારી રે. પ્રાત: સમે ૧
હસતાં હરીને નલવટ રેખા, ઉન્નત અતિ રૂપાળી રે.
ભાલ વિશાળ દંત દાડમ કળી, આંખ્યું અધિક મરમાળી રે. પ્રાત: સમે ર
ચંદનખોર સહીત મુખપંકજ, શોભા વર્ણવી ન જાય રે.
મુક્તાનંદ હજુરી હરિનો, કયાંથી અન્ય કવિ ગાય રે. પ્રાત:સમે ૩

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શુક્લ બિલાવલ
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય


Live
Audio
0
0