મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે;૧/૪

મૂરતિ તમારી મારા શ્યામ, શોભાધામ છે;
	છબિ પર વારું કોટિક કામ કે મન અભિરામ છે	...૧
પ્રેમી જનના પ્રાણ, છોજી તમે શ્રીહરિ;
	દર્શન કાજ દયાળ, આવી સર્વે સુંદરી		...૨
તલખે છે સહુ વ્રજસાથ, દર્શન કારણે;
	જાગો મારા જીવનપ્રાણ, કે તારે જાઉં વારણે	...૩
મનમોહન ચિત્તચોર, દર્શન આપીએ;
	મુક્તાનંદ કહે નાથ, દુ:સહ દુ:ખ કાપીએ		...૪
 

મૂળ પદ

મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0