જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪

પદ ૧/૪ ૫૪૨
રાગ : પ્રભાતી
 
જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી,
તમારી સજ્યામાં, મારી સાડી ચંપાણી.  ટેક.
લોકડાંની લાજ મારે, શ્યામળા વાલા,
તમે તો નિઃશંક પોઢયા નંદના લાલા.  જાગોની ૧
સાસુડી ચકોર મારી, નણદી ધુતારી,
ગાવલડી દોવાને મિષે, આવી'તી બહારી.  જાગોની ર
થાય છે અસુર. મહી વલોવા જાવું,
મુક્તાનંદના નાથજી, ઘણું શું કહી સમજાવું.  જાગોની ૩ 

મૂળ પદ

જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્રભાતિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0