આજની શોભા અલૌકિક, લાગે છે સારી, ૩/૪

પદ ૩/૪ ૫૪૪

 આજની શોભા અલૌકિક, લાગે છે સારી,

 જોઇને હસે છે વાલા, વ્રજની નારી.  ટેક.
 કાજળની રેખા કપોળે, લાગે રૂપાળી;
 ગોપીયો જોઇને કાના લે છે કરતાળી.  આજની ૧
 હૈડા ઉપર હાર ઉઠયા શોભે છે સારા;
 પીતાંબર સાટે પટોળી ઓઢી છે પ્યારા.  આજની ર 
વાંસળીને સાટે વેલણ કેનુ લઇ આવ્યા;
 મુક્તાનંદના નાથ આવા કો' કયાં જઇ ફાવ્યા.  આજની ૩

મૂળ પદ

જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી