આવોને અલબેલા વાલા પુછું વાતલડી;૪/૪

પદ ૪/૪ ૫૪૫

 આવોને અલબેલા વાલા પુછું વાતલડી;
 રસિયા રમી આવ્યા કેને, સંગે રાતલડી.  ટેક.
 આળસડું અંગે ઘણું દિસે નિદ્રાળું નેણાં;
 પાતળા પ્રેમેશું બીતા બોલો છો વેણા.  આવોને ૧
 ડોલતાં ડગલાં ભરો છો, પ્રીતમ પ્યારા;
 કપોળે તંબોળ તંતુ લાગે છે સારા.  આવોને ર
 કેને રંગે રાચ્યા પ્રીતમ કહો કાના અમને;
 મુક્તાનંદના નાથજી કાંઇ નહીં કઇયે તમને.  આવોને ૩

મૂળ પદ

જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી