અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે ૧/૧

 અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે....

આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે..               અંતરજામી
વિશ્વવિહારી મૂર્તિ તારી, નિશદિન જોઉં ધારી ધારી;
આનંદકારી અનુપમ તેજે છે ભરી રે......                      અંતરજામી
કરુણા કરજો કુંજવિહારી, કામ, ક્રોધ, મદ, લોભ નિવારી;
લેજો નૌકા તારી દયાળુ, દયા કરી રે.......                    અંતરજામી
શ્રી સહજાનંદ છો બહુનામી, પ્રબળ પ્રતાપી                 
મનમોહન નીરખું, નિત્યે, નેણાં ભરી રે.........                 અંતરજામી
 

મૂળ પદ

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે

મળતા રાગ

રૂડા લાગો છો

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી