અમારા તારક શ્રી ઘનશ્યામ અમારા પ્રેરક શ્રી ઘનશ્યામ યુગે યુગે અવતાર એ ધરતા ૧/૧

 અમારા તારક શ્રી ઘનશ્યામ અમારા પ્રેરક શ્રી ઘનશ્યામ,

યુગે યુગે અવતાર એ ધરતા, ભક્તોનાં દુ:ખો દુર કરતાં,
શરણાંગતને બાથ ભરીને, કરતા પૂરણકામ.....             અમારા તારક
કૃપા તણાં સાગર એ મોટા, સ્વર્ગ મૃત્યું પાતાળે મોટા,
સુખના સાગર શ્રી હરિ સાચા, સહજાનંદ સુખધામ.....     અમારા તારક
આસપાસ આકાશે એ છે, અંતરમાં પણ આભસે છે,
શુદ્ધ હ્રદયમાં બિરાજે છે, નટવર સુંદર શ્યામ.....             અમારા તારક
અમે પ્રભુજી બાળ તમારં નિશદિન રટીએ નામ તમારા,
આઠ પ્રહર અંતરમાં રહેજો, મનમોહન વિશ્રામ.....         અમારા તારક
 

મૂળ પદ

અમારા તારક શ્રી ઘનશ્યામ અમારા પ્રેરક શ્રી ઘનશ્યામ

મળતા રાગ

અમારો એકજ તારણ હાર,

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી