માવને મળી રે આજ માવને મળી;૩/૫

માવને મળી રે હું તો માવને મળી, હું તો અતિશે ઉમંગે આજ માવને મળી	-ટેક.
મોહનજીને મળતાં ગયા તાપ ટળી, મારી આજ શુભ ઇચ્છા વેલ્ય સુફળ ફળી	-૧
પલંગે પધાર્યા પાય લાગી હું લળી, મારો કંકણ સહિત કર સાયો છે વળી		-૨
રસિયા સંગે રસબસ થઈને રહી છું મળી, એની અકળ કળાને તોય ન શકી કળી	-૩
મુક્તાનંદ કે’ મહા પ્રભુ બળિયા બળી, એ છે અબળાને આધીન પ્રીછે પ્રેમની ગળી	-૪

 

મૂળ પદ

આજની ઘડી રે ધન્ય આજની ઘડી,

મળતા રાગ

ગોડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0