આ જગત દિશે છે વ્હાલા રે, પૂરણ દુ:ખ નો દરિયો જન ભરમાયે છે ઠાલાં રે ..૯/૧૧

 આ જગત દિશે છે વ્હાલા રે, પૂરણ દુ:ખ નો દરિયો,

જન ભરમાયે છે ઠાલાં રે ......                                                    પૂરણ
એમાં ન મળે મીઠું પાણી, કહો કોની પ્યાસ બુઝાણી,
વળી કઇક થયા ધૂળધાણી રે......                                               પૂરણ
જેમ મૃગજળ કોઇ ન પાવે, ઉલટું તે દુ:ખ ઉપજાવે,
બહુ જનને તે ભરમાવે રે. ......                                                  પૂરણ
સહુ એક બીજાને કહાવે, ભવસિંધુ પાર ન પાવે,
કોઇ સંત મળે સમજાવે રે.. .. ......                                              પૂરણ
હેરાન ગતિ છે ભારે, પ્રભુ ભવજળ સ્હેજે તારે,
મનમોહન પાર ઉતારે રે.. ......                                                   પૂરણ
દરિયો પૂરણ દુ:ખનો, જગત દિસે ભરપુર,
મનમોહન પ્રભુ નામનાં, અમૃત સીંચો ઉર.
 
સં. – 2005 પોષ - વદ - 7 શુક્રવાર
 

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી