સ્વામિનારાયણ નામ સુમર મન સ્વામિનારાયણ નામ ૧/૧

સ્વામિનારાયણ નામ સુમર મન સ્વામિનારાયણ નામ

ભક્તિ ધર્મનાં લાલ લાડીલા, ભક્ત જનોનાં સંકટ હરતાં,

સહજાનંદ સુખધામ ... સુમરમન સ્વામિનારાયણ

બાળ વયે વિચર્યા વનમાંહી, હિમાલય રામેશ્વર ત્યાંહી ,

પ્રયાગ આદિ સ્થાન.... સુમરમન સ્વામિનારાયણ

જપ તપ વ્રત આદિ નિયમોથી, જનસેવા ડરી શ્યામે હૃદયથી,

ધર્મ તનય ઘનશ્યામ, .......... સુમરમન સ્વામિનારાયણ

બહુ વર્ષો વનમાંહી વીતાવી, આવ્યા વાલો સોરઠમાંહી

લોજ નામને ગામ .... સુમરમન સ્વામિનારાયણ

સ્વામી રામાનંદ પાસે રહીને, શિષ્ય ભાવથી સેવા ચહીને,

અંતર નહીં અભિમાન........ સુમરમન સ્વામિનારાયણ

લીલા અનંત સમાધિ સાથે, પુરજન પાવન કરીયાં નાથે

ઉર દયાનાં ધામ ......... સુમરમન સ્વામિનારાયણ

વર્ષ અમૂક વિતાવ્યા ત્યાંહી, આવ્યા વાલો ગઢપુર માંહી,

દાદાખાચર શુભધામ ...... સુમરમન સ્વામિનારાયણ

ઘેલા નદી નીર પાવન કીધાં, ઉન્મત ગંગા નામ ત્યાં દીધાં,

ઝીલતા જળ અભિરામ ....... સુમરમન સ્વામિનારાયણ

મૂળ પદ

સ્વામિનારાયણ નામ સુમર મન સ્વામિનારાયણ નામ

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી