અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ ૧/૪

રાગ - સોરઠ - સાખી

અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ;
નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ .હોરે .....

વહાલા અરજી એક અબળાતણી ઉર ધારો રાજ;
અંતરજામી આવીને ટાળો દલંડાની દાઝ.હોરે.....

વહાલા તમરે વિના વલખી ફરે સહુ વ્રજનીરે નાર;
રાતદિવસ જાયે રોવાતા નેણે આંસુની ધાર.હોરે.....

વહાલા જે દહાડાથી મેલી ગયા તે દહાડાથી કાન ;
તમરે વિના વ્યાકુળ ફરે તજી ભોજન પાન.હોરે.....

વહાલા રટના અખંડમુખરાજની આઠે પહોર ઉદાસ;
પ્રેમાનંદ જાયે વારણે તેડી રાખોને પાસ.હોરે.....

મૂળ પદ

અનિહોરે સનેહિ શામળા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી