અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ, ૪/૪

પદ ૪/૪ ૩૯૨
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
જન પ્રતિપાલ જાણી મુને દાસી તમારી. ટેક.
નાવના કૌવાની પેર્યે તમસું બંધાણી,
વિષ સમ લાગે મુને વાલા જગતની વાણી. અખંડ ૧
જીવન દોરી છો મારી રસિયા વિહારી.
તન, મન, ધન, નાખું હું તો તમ પર વારી. અખંડ ર
મોહની લગાડી વાલા મારા અળગા ન રહેજો,
મુક્તાનંદના નાથ અમનેં સદાય સુખ દેજો. અખંડ ૩

મૂળ પદ

નયણુની આગે મારા નાથજી રેજ્યો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી