અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ; કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે ૨/૪

 રાગ - સોરઠ - સાખી

સોરઠ રાગ આલાપીએ , સોરઠ સબ ગુણ ધામ;
સોરઠ ગાતા સાંભરે, સોરઠવાસી શ્યામ.
સોરઠ રાગ સોયામણો, ને ગાતાં હરખ અપાર; 
સોરઠવાસી સાંભરે ;ગોકુલનો શિરદાર.

અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ;
કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે.....

વહાલા વ્રજવાસીને કારણે ધરી શ્યામ શરીર; 
આહિરડામાં આવી વસ્યા સંગ બલભદ્ર વીર;હોરે.....

વહાલા પેહેલી તે મારી પુતના વસી ગોકુલ ગામ;
તરણાવ્રતને તારિયો શકંટભંજન શ્યામ . હોરે.....

વહાલા અઘ બગ વછ વેરી હણ્યા દાવાનલ કરી પાન;
બુડતાં વ્રજ રાખીયું મેટી ઇન્દ્રનું માન . હોરે..... 

વહાલા વેણ વજાડીને વનમાં તેડી વ્રજનીરે નાર ;
રાસ રમાડતાં પ્રીતસું પ્રેમાનંદ બલિહાર. હોરે......

મૂળ પદ

અનિહોરે સનેહિ શામળા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી