સુખસાગર હરિવર સંગે સુખ માણજો, ૪/૪

પદ ૪/૪ ૭૦૯
સુખસાગર હરિવર સંગે સુખ માણજો,
અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો;
પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું,
આપણ તુલ્ય નહિ કોઇ બીજું આજ જો. સુખસાગર ૧
રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે,
પારસ પામે ધન દુર્બળતા જાય જો;
તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે,
તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાયજો. સુખસાગર ૨
તન અભિમાન તજે પૂરણ સુખ પામીએ,
શામળીયા સંગ વાધે સાચી પ્રીતજો;
મુક્તાનંદ કહે મર્મ ઘણો છે એ વાતમાં,
જાણી લેજો અતિ ઉત્તમ રસ રીતજો. સુખસાગર ૩

મૂળ પદ

મોહનને ગમવાને ઇચ્‍છો માનની,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0