અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ ૧/૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ;
પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે, અધમઓધારણ કરુણાના ધામ-૧

ગજને છોડાવ્યો રે ગ્રાહના મુખ થકી રે, કરતાં કાંઈ અરધ નામ ઉચ્ચાર;
એવી રીતે આવો રે સુંદર શામળા રે, વાટડી જોઉં છું વારમવાર-૨

નારાયણ નામે રે ઓધાર્યો અજામેળને રે, કરતાં તે પુત્રતણો રે પોકાર;
એવું તે વિચારી રે અલબેલા આવજો રે, અમારે છે તમારો રે આધાર-૩

દોયલી વેળામાં રે દીનાનાથજી રે, કહોને અમે કેની કરીએ આશ;
મુક્તાનંદના સ્વામી રે સુંદર શામળા રે, અબળાને તેડી રાખો પાસ-૪
 

મૂળ પદ

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મળતા રાગ

મેવાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
35
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

Studio
Audio
3
2