અનિહોરે સોરઠિયા સાયેબા સોરઠના શિરદાર, સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે ૩/૪

રાગ - સોરઠ સાખી

અનિહોરે સોરઠિયા સાયેબા, સોરઠના શિરદાર
સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે;

વહાલા સોરઠ દેશ વહાલો ધણો સોરઠ્ના પ્રતિપાળ.
સોરઠ તજ્યો શા કારણે, તમે દીનદયાળ. હોરે;

વહાલા સોરઠ દેશમા શોભતા, ભૂપોને શિર ભૂપ.
ધોડ્લાની ધુમરમા હરિ, વિટાણા અનુપ. હોરે;

વહલા કેસર તાજણ માણકિ બાંગલી ફૂલમાળ.
તમરે વિના ઝુરે તુણ તજી, આવી લીજે સભાંળ.હોરે;

વહાલા સોરઠ્વાસી તમ વિના, અતિ વ્યાકુળ.
પ્રેમાનંદ કહે નાથજી, જેમ જળ વિના મીન.હોરે;

મૂળ પદ

અનિહોરે સનેહિ શામળા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી