આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ ૩/૪

આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ;
વાહને ચડીને આવો છો મારા વાલમા રે, નારાયણ નામનો જપતાં જાપ-૧

અનેકને આવ્યા રે અંતસમે તેડવા રે, સાથે લઈ સંત જનનો સાથ;
એવા તો તમારા રે ગુણ અનંત અપાર છે રે, સાંભળતામાં સર્વે થાય સનાથ-૨

અધમ જાતિ રે ઓધારી બહુ નારીને રે, જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ;
ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ-૩

કરુણારસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરવા અનેક જનનો ઉદ્ધાર;
મુક્તાનંદને વાલે રે મહાસુખ આપિયું રે, કરી નિત્ય નવલા નેહ વિહાર-૪
 

મૂળ પદ

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મળતા રાગ

મેવાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
2
1