અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી, ૧/૧

 પદ ૧/૧ ૭૧૪ રાગ : ધોળ

અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી,
પતિતને પાવન કરવા રે, પ્રગટ્યા બહુનામી.             ૧
સોમ થકી ઘણું સીળા રે, કરુણારસ ધારી,
પ્રગટ્યા અવની પર રે, તારવા નર નારી.                   ર
જન મન કુમુદ વિકસ્યા રે, પુરુષોત્તમ પોતે,
કોટિ કર્મને ટાળે રે, નયણા ભરી જોતે.                        ૩
બુધ થઇ બોધ પ્રકાશે રે, આપે અવતારી,
મૂઢ મલીન જન તાર્યા રે, અગણીત નર નારી.             ૪
ગુરુજીના ચરણ ઉપાસે રે, હરિહર અજ જેવા,
બ્રહ્મરુપ મુનિ મોટા રે, કરે સદ્‌ગુણ સેવા.                     પ
શુકર શ્વાન ખર જેવા રે, જેને ચરણે રહે આવી,
બ્રહ્મરુપ થયા ભવમાં રે, ગોવિંદ ગુણ ગાવી.                ૬
શનિશ્વર ગ્રહ સમ સહુને રે, મન મહા દુઃખકારી,
તેને તે વશ કરી રાખે રે, વચનાંકુશ મારી,                   ૭
અક્ષરપદ અવિનાશી રે, જેનું ધામ કહાવે.
મુક્તાનંદ તે ગુરુના રે, નિશદિન ગુણ ગાવે.                ૮
 

મૂળ પદ

અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્‍વામી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0