સ્વામિનારાયણ કહેતાં રે, કેમ તું લાજે છે;૨/૪

સ્વામિનારાયણ કહેતાં રે, કેમ તું લાજે છે;
	તારા શિર પર વેરી રે, જમરા ગાજે છે...૧
જમદૂત જોરાવર રે, લેશે તારા પ્રાણ હરી;
	તારાં સગાં સંબંધી રે, રહેશે હાય હાય કરી...૨
જેને કાજે કરે છે રે, કુકર્મ અતિ ભારી;
	તે તો સંગે ન ચાલે રે, નવજોબન નારી...૩
જાશે પાપે પોતાને રે, નરકમાં જમ સંગે;
	પીશે લોહી તે તારું રે, ચીરી ચીરી સહુ અંગે...૪
એવું સમજી વિચારી રે, શ્રીહરિને ભજજે;
મુક્તાનંદ  સત્ય કહે છે રે, સર્વે કુકર્મ તજજે...૫
 

મૂળ પદ

સહજાનંદ સ્વામી રે, ભજ દ્રઢ ભાવ કરી,

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0