અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર સનેહ ભર્યા આવી ભેટ્જો ૪/૪

રારાગ - સોરઠ - સાખી


અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર ;
સનેહ ભર્યા આવી ભેટ્જો, શોભાસાગર સુર . હોરે.

વહાલા અવધી કરી ગયા તે ગઇ, વિત્યા વરસને માસ;
નારે વર્યા મારા નાથજિ, મેલિ મળવાનિ આશ.હોરે.

વહાલા વાક મારા કરમનો, કેને દીજિયે દોષ;
તમેરે ત જિ ગયા જાણિને , રખિ રુદિયા મા રોષ, હોરે.

વહાલા એ સુખ ક્યારે દેખશુ, મળતા ભુજ ભરી બાથ;
અધર સુધા હરિ આપતા, માથે મેલતા હાથ. હોરે.

વહાલા હસતુ વદન ત્યારે દેખશુ, રજ કરશો હો મેર;
સોનાના સરજ ઉગશે, પ્રેમાનદને ઘેર; હોરે.

મૂળ પદ

અનિહોરે સનેહિ શામળા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી