હરિજન થઈને, હાણ વરધ સુખ દુ:ખ મનમાં નવ ધારીએ ૪/૪

હરિજન થઈને, હાણ વરધ સુખ દુ:ખ મનમાં નવ ધારીએ;
	ટાળ્યા નવ ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવ હારીએ...ટેક..
જુઓ કદરજ મહા દુ:ખિયા કાવ્યા, તે સુખ દુ:ખ મનમાં નવ લાવ્યા;
			ત્યારે મોહનના મનમાં ભાવ્યા...હરિ૦ ૧
જુઓ વસુદેવ દેવકી બંધ રહ્યાં, બહુ કાળે બંધન દૂર થયાં;
			જેને હરિ પુત્ર તોય દુ:ખ સહ્યાં...હરિ૦ ૨
જુઓ પાંડવ હરિને અતિ પ્યારા, જેથી પળ એક નાથ ન રહે ન્યારા;
			તે વન ભટક્યા લઈ સંગ દારા...હરિ૦ ૩
એમ સમજી હરખ શોક તજીએ, થઈ એક મના પ્રભુને ભજીએ;
			કહે મુક્તાનંદ હરિને રજીએ...હરિ૦ ૪
 

મૂળ પદ

હરિગુણ ગાતાં, દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ

મળતા રાગ

સોરઠ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0