સુખદાયક રે (ર) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ.૧/૪

પદ ૧/૪ ૭૪૩
રાગ : ધોળ
સુખદાયક રે (ર) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. ટેક.
જીરે સંત સમાગમથી ટળે, આશા તૃષ્ણા રે (ર) ઇરષા અભિમાન;
મોહ મત્સર મમતા બળે, પ્રગટે ઉરમાં રે (ર) પ્રભુનું દ્રઢ જ્ઞાન. સંત ૧
જીરે સંત સમાગમથી થયા, મુનિ નારદ રે (ર) હરિનું મન આપ;
અનેક પતિત ઉદ્ધારીયા, જેના જશનો રે (ર) મોટો પરતાપ. સંત ર
જીરે સિદ્ધ થયા સત્સંગથી, શુક આદિક રે (ર) મુનિવર સુખરૂપ;
ચિત્ત ચોંટ્યું હરિચરણમાં, જાણ્યો સંતથી રે (ર) મોટો મર્મ અનુપ. સંત ૩
જીરે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે (ર) છુટે માયાનું જાળ;
પ્રીતિ વધે પરબ્રહ્મમાં મુક્તાનંદ કહે રે (ર) તજી આળ પંપાળ. સંત ૪

મૂળ પદ

સુખદાયક રે (ર) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0