બડભાગી રે પામે સંતનો સંગ, સંતથી મહાસુખ પામિયે.૨/૪

પદ ર/૪ ૭૪૪
બડભાગી રે પામે સંતનો સંગ, સંતથી મહાસુખ પામિયે. ટેક.
જી રે સંત બડા પરમારથી, ટાળી ઉરથી રે (ર) અવિદ્યા અભિમાન,
જનમ સુફળ કરે જંતનો, આપે અનુભવી રે (ર) પ્રભુ પ્રગટનું જ્ઞાન. સંત ૧
જીરે પ્રભુસંગ પ્રીતિ વધારવા, ફરે જગમાં રે (ર) સાચા સંત સુજાણ;
પરમાત્મા પ્રિછાડવા, પરમારથી રે (ર) આપે પદ નિરવાણ. સંત ર
જી રે સંતના જશ શ્રીમુખે કહ્યા, ગીતા મઘ્યે રે (ર) ગોવિંદ સુખધામ,
અનુભવી મારો આતમા, જેના મનથી રે (ર) ટળ્યાં ક્રોધ ને કામ. સંત ૩
જી રે સંત વચન ભાવે સુણે, તેનાં પાતક રે (ર) પામે સર્વ નાશ;
પ્રીત વધે પરબ્રહ્મમાં, મુક્તાનંદ કહે રે (ર) પામે પદ અવિનાશ. સંત ૪

મૂળ પદ

સુખદાયક રે (ર) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0