સાચા સાધુ રે (ર) સુંદર ગુણધામ, સમજીને સતસંગ કિજીએ.૩/૪

પદ ૩/૪ ૭૪૫
સાચા સાધુ રે (ર) સુંદર ગુણધામ, સમજીને સતસંગ કિજીએ. ટેક.
જીરે સંત સુલક્ષણના ભર્યા, અવગુણનો રે (ર) ઉરમાં નહિ લેશ;
મહાનુભાવ તે મુનિ ખરા, આપે સૌને રે (ર) સાચો ઉપદેશ. સમ ૧
જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે (ર) કામ ક્રોધની જાળ;
લોભ તજી હરિને ભજે, ધારે ઉરમાં રે (ર) દ્રઢ કરી શ્રીગોપાળ. સમ ર
જીરે ત્રિભુવનની સંપત મળે, તોય ન તજે રે (ર) અર્ધપળ હરિ ધ્યાન;
બ્રહ્મરૂપ થઇ હરિ ભજે, આવા સંતને રે (ર) કીચ કંચન સમાન. સમ ૩
જીરે એમ શુભ લક્ષણ ઓળખી, શુદ્ધ ભાવે રે (ર) કરવી સંતની સેવ;
હરિસમ હરિજન જાણવા, મુક્તાનંદ કહે રે (ર) તે તરે તતખેવ. સમ ૪

મૂળ પદ

સુખદાયક રે (ર) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0