સદા કરવો રે (૨) હરિજનનો રે સંગ, દુર્લભ દર્શન સંતનાં ૪/૪

 સદા કરવો રે (૨) હરિજનનો રે સંગ, દુર્લભ દર્શન સંતનાં...ટેક.
જીરે સંત સભામાં શ્રીહરિ, સદા રહે છે રે (૨) વાલો વૈકુંઠનાથ;
	સર્વે તીરથ તેનાં ચરણમાં, એવા સંતથી રે (૨) વેગે થાય સનાથ-દુ૦૧
જીરે સંત મળ્યા તેને હરિ મળ્યા, એનો મહિમા રે (૨) વદે વેદ પુરાણ;
	સાખ્ય પ્રગટ સંસારમાં, શુક નારદ રે (૨) પામ્યા પદ નિરવાણ-દુ૦૨
જીરે સંત વચન સાચાં ગણી, ગયો વનમાં રે (૨) ધ્રુવ નાનો બાળ;
	પ્રગટ પ્રભુને પામિયો, થયો અવિચળ રે (૨) જશ વાધ્યો વિશાળ-દુ૦૩
જીરે એવું જાણી અહંતા તજી, શુદ્ધભાવે રે (૨) કરવી સંતની સેવ;
	મનુષ્યભાવ મનથી તજો, મુક્તાનંદ કહે રે (૨) સાચા સંત છે દેવ-દુ૦૪
 

મૂળ પદ

સુખદાયક રે (ર) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ.

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૨
Studio
Audio & Video
0
0