મનવા ગોવિંદના ગુણ ગાઇ લે અવસર આવે નહીં વારંવાર ૧/૧

મનવા ગોવિંદના ગુણ ગાઇ લે,
અવસર આવે નહીં વારંવાર.
આયુષ્ય આથમણું જાય છે,
મોંઘો દેહ મનુષ્યનો તું જાણ જે.
સોંઘો જાણી શું ખરચે ગમાર - આયુષ્ય...
બચપણ રમત ગમતમાં વિતાવીયું,
વિદ્યા વણસાવી વયમાં કૌમાર - આયુષ્ય...
અનર્થ યુવાનિમાં બહુ આદર્યા,
આખલો ચર્યો ચોમાસું અપાસ - આયુષ્ય...
ફોગટ ફુલ્યો ફરે છે શું ફંદમાં,
મુરખ કરી જો તું વિચાર - આયુષ્ય...
કહેવું માન્યું નહીં સંત સુજાણનું,
ખાવા પડશે જમપુરીના માર - આયુષ્ય...
ડહાપણ રાંડ્યા પછીનું શું કામનું,
જીવતા જાણી લેવા ભરથાર - આયુષ્ય...
મનમોહન સહજાનંદ ગાઇ લે,
નાહીલે અમૃત સરિતા મોઝાર - આયુષ્ય...
સાખી :-
ગોવિંદના ગુણ ગાઇલે, આયુષ્ય એળે જાય,
મનમોહન ગુણ ગંગામાં, પ્રેમ સહીત લે ન્હાઇ.
2005 જેઠ શુદ 10 સોમવાર

મૂળ પદ

મનવા ગોવિંદના ગુણ ગાઇ લે

મળતા રાગ

સત્યનો વિજય સદાય છે.

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી