ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;૧/૧૦

પદ ૧/૧૦ ૭૮૧

રાગ : સિંધુડો ટેક.

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

અર્વ ખર્વ દલ એક સામાં ફરે, તૃણને તુલ્ય તેહને જ જાણે. ટેક

મોહનુ સૈન્ય મહાં વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે,

કવિ ગુણી પંડિત બુધે બહુ આગલા, એ દળ દેખતાં સર્વ ભાગે. ધીર ૧

કામ ને ક્રોધ મદ લોભ દલમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે;

જોગીયા જંગમ તપી ત્યાગી ઘણા, મોરચે ગયે ધર્મદ્વાર માગે. ધીર ૨

એવા એ સેન શું અડીખમ આથડે, ગુરુમુખી જોગિયા યુકિત જાણે;

મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી, અખંડ સુખ અટલ પદ એજ માણે. ધીર ૩

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

આશ્રમ ભજનાવલિ
Live
Audio
0
0