એજી વ્હાલા મારા વિઠલવર ઘનશ્યામ આરાધું અલબેલા પૂરણ કામજી ૧/૧

 એજી વ્હાલા મારા વિઠલવર ઘનશ્યામ... (2)

આરાધું અલબેલા પૂરણ કામજી... એજી.... હો... જી..
એજી વ્હાલા મારા ગરથ ભંડાર ... (2)
દોયલી વેળાના સાચા દામજી ... એજી.... હો... જી..
એજી સંતના સુણીને પૂકાર... (2)
વિલંબ ન કીધી મારા નાથજી... એજી.... હો... જી..
એજી નીંભાડેથી મોજારીના બાળ... (2)
ઉગાર્યા રાખીને કાચાં ઠામજી... એજી.... હો... જી..
એજી ગ્રાહ મુખેથી ગજરાજ... (2)
છોડાવ્યો આવીને સુંદર શ્યામજી... એજી.... હો... જી..
એજી પાંડવ ધૃવને પ્રહલાદ... (2)
મહેતારે નરસીંના કીધાં કામજી... એજી.... હો... જી..
એવા શ્રી હરિ ચતુર સુજાણ ... (2)
વ્હાલારે મનમોહન પૂરે હામજી ... એજી.... હો... જી..
 
 
2005 અષાઢ શુદ - 11 બુધવાર

મૂળ પદ

એજી વ્હાલા મારા વિઠલવર ઘનશ્યામ

મળતા રાગ

પહેલું વાયક અંજાર શહેર જાય (આરાધ)

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી