મેલ્ય મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચુ;૬/૧૦

પદ ૬/૧૦ ૭૮૬

મેલ્ય મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચુ;

મન મત્ત થઇને તું કોટિ સાધન કરે, સદ્‌ગુરુ શબ્દ વીણ સર્વ કાચું. ટેક

જજ્ઞ જાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખુંટે પડે નરક પાછો;

તીરથ વ્રતનું જોર પણ તિહાં લગી, ગુરુગમ વિના ઉપાય કાચો. મેલ્ય ૧

અડસઠ તીરથ સદ્‌ગુરુ ચરણમાં, જાણશે જન જે હશે પુરા;

મન કર્મ વચને મોહ મનનો તજી, ભજે પરબ્રહ્મ તે સંત શૂરા. મેલ્ય ૨

મનનાં કૃત્ય તે મિથ્યા જાણી તજ્યાં, મનપ્રાણ અમન થઇ મળ્યું ત્યારે;

મુક્તાનંદ ગુરુ મર્મ છે વચનમાં, વચન વિચારીને જોયું જ્યારે. મેલ્ય ૩

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ગુરુરાજ શ્રી મુક્તાનંદ સ્વામી
Studio
Audio
0
0