અવસર આવિયો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;૮/૧૦

 પદ ૮/૧૦ ૭૮૮

અવસર આવિયો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;
સમઝવું હોય તે સમઝજો સાનમાં, તજી પ્રપંચ તક જોઇ ટાણે.            ટેક
મુનિ મનમધ્ય વિચાર એવો કરે, મોહશું લડે એ મર્દ કેવા;
પાખરિયા નર કૈંક પાડ્યા ખરા, શૃંગી શશિ સુરરાજ એવા.                  અવસર ૧
એવા તો કઈંકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એજ ભાગે;
તે ગુરુદેવ તો તાહેરી કોર છે, જડમતિ તોય નવ બુધ જાગે.                અવસર ૨
કરી લે કામ રટ રામ ઉતાવળો, ગુરુતણી મોજ ગોવિંદ મળશે;
મુક્તાનંદ એ ગુરુ વચનમાં, મર્મ જાણે મદ મોહ ટળશે.                      અવસર ૩
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

અવસર આવિયો રણ રમવાતણો ૦૦.૦૦ શીદને રહીએ રે કંગાલ રે, સંતો ૧૧.૩૫ કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો ૧૮.૦૦

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0