ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી૧/૪

પદ ૧/૪ ૭૯૧

રાગ : ગરબી

ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી. ...ટેક

પ્રાણી કેમ ફૂલાય છે આવો રે, તારે માથે છે જમ કેરો દાવો રે;

મેલી જાવું મંદિર ધન નારી. ભજી ૧

તું તે શું સમજી ફરે ફુલ્યો રે, ગર્ભવાસના કોલને ભુલ્યો રે,

અંતે શી ગતિ થાશે તારી. ભજી ૨

ધન જોબન રંગ પતંગી રે, સગાં કુટુંબી નહિ તારાં સંગી રે,

લેશે જમરા જોરાવર મારી. ભજી ૩

કહે મુક્તાનંદ જોને જાગી રે, મોહ્યો મમતામાં મૂઢ અભાગી રે;

મેં તો કહી સત્ય વાત પોકારી. ભજી ૪

મૂળ પદ

ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0