અવિનાશી પરમ કૃપાળુ રે, પ્રેમે થાળ જમાડું પ્રીતે ચરણ પ્રભુનાં પખાળું રે ૧/૧

 અવિનાશી પરમ કૃપાળુ રે, પ્રેમે થાળ જમાડું,

પ્રિતે ચરણ પ્રભુનાં પખાળું રે ...                                   પ્રેમે થાળ..
સૃષ્ટિના પાલનહારા, મહેમાન થયા છો મારા,
ધનભાગ્ય પ્રભુજી અમારાં રે...                                     પ્રેમે થાળ..
બેસો જમવા શ્રી ગિરિધારી, વ્હાલા પીરસું પ્રેમની થાળી,
પકવાન મીઠાઇ રસાળી રે ...                                       પ્રેમે થાળ..
મનગમતા પીરસ્યા મેવા, મારા નાથને જમવા જેવા,
તમે જમો દેવાધિ દેવા રે ...                                         પ્રેમે થાળ..
સહજાનંદ સુખના ધામી, આરોગો અંતરજામી,
કહેજો કૃપા કરી મુજ ખામી રે ...                                  પ્રેમે થાળ..
વ્હાલા પ્રેમ તણાં જળ પીજો, મુખવાસ મનોહર લેજો,
મને પ્રેમ પ્રસાદી દેજો રે ...                                          પ્રેમે થાળ..
પ્રભુ નિત્ય નિમંત્રણ મારા સ્વીકારો શ્યામ અમારા,
મનમોહન પૂરણ પ્યારા રે ...                                        પ્રેમે થાળ.
અવિનાશી અલબેલડા, જમવા આવો રાજ
મનમોહન મધુ ભોજનો, આરોગો મહારાજ.
 
સં. 2005 વૈશાખ વદ - 9 શનિવાર મુ. રાજકોટ.
 

મૂળ પદ

અવિનાશી પરમ કૃપાળુ રે, પ્રેમે થાળ જમાડું

મળતા રાગ

શ્રી હરિ સનેહી મારા રે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી