પ્રેમને હિંડોળે પ્રાણ પ્યારા ઝૂલો પ્યારા ઘનશ્યામ મન મંદિરિયે મહેર કરીને ૧/૧

પ્રેમને હિંડોળે પ્રાણ પ્યારા, ઝૂલો પ્યારા ઘનશ્યામ,
મન મંદિરીયે મહેર કરીને, પધારો પ્રાણ આધાર,
ગજગતિ ચાલતાં આવી બિરાજો, સ્નેહે ઝૂલાવું શ્યામ -... ઝૂલો પ્યારા ઘનશ્યામ
ગુલાબ પુષ્પની માળા ધરાવું, નૌતમ સુંદર શ્યામ,
મોર મુગટ શુભ શિશ ધરાવું, કુંડળ મીન સમાન -... ઝૂલો પ્યારા ઘનશ્યામ
સુંદર શ્યામ સુજાણ ઝૂલાવું, પ્રીતમ પ્રાણ આધાર,
મનમોહન ઝૂલાવતાં પ્રેમે, થઇએ પૂરણ કામ -.... ઝૂલો પ્યારા ઘનશ્યામ

મૂળ પદ

પ્રેમને હિંડોળે પ્રાણ પ્યારા

મળતા રાગ

ઝૂલાવું નંદલાલા – (નરસીભગત ફિલ્મ)

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી