મારે હરિ એક બસ આશરો તમારો તારો કે મારો મારો કે તારો; ૧/૧

 હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી,
પ્રેમની પીડા હરો અમારી, પ્રેમ ભરેલા હો પિયુડા;
	અમારી રક્ષા કરો મુરારી, સુખિયા કરો ભેટીને ભારી,
	અમે તો છીએ તમારી નારી, વહાલ ભરેલા હો વાલીડા;
ચુંબન લેશું હૈયામાં ધારી, રાખજો અમને સદા સ્વીકારી;
ભૂખ છે અમને એક તમારી, મનગમતા હો ગોઠિડા;
	જ્ઞાનસખીએ હૈયામાં ધારી, દિવ્ય અલૌકિક મૂર્તિ તારી,
	અંત સમયની મૂડી મારી, મોંઘા માવા અણમૂલિડા.
મારે હરિ એક બસ આશરો તમારો, તારો કે મારો, મારો કે તારો;
	તારા વિના નાથ મારો નથી રે ઉગારો...તારો૦ ટેક.
હું તો હરિ પડી તારે પાને, તરછોડે શાને, નાથ રાજી થાને, લેને સ્વીકારી;
હરિ મારા શત્રુ ટાળવાને, તમે મળવાને, દુ:ખ દળવાને, લેને સ્વીકારી;
	તારા વિના કોઈ મને નથી તારનારો...તારો૦ ૧
સહજાનંદ સમર્થ હે સ્વામી, હે બહુનામી, ટાળીને ખામી, લેને સ્વીકારી;
મળ્યા મને સર્વોપરી સ્વામી, ધામના ધામી, અંતરજામી, લેને સ્વીકારી;
	હાથ જોડી વાલા મારા પાડું છું પોકારો...તારો૦ ૨
જનમોજનમથી આથડું છું, ભવે ભટકું છું, દુ:ખમાં રડું છું, લેને સ્વીકારી;
સર્વોપરી હરિ તારાં ચરણો, પ્રેમે પકડું છું, જગથી લડું છું, લેને સ્વીકારી;
	જ્ઞાનજીવન કહે હરિ હવે તો ઉગારો...તારો૦ ૩
 

મૂળ પદ

મારે હરિ એક બસ આશરો તમારો

મળતા રાગ

મારે હરિ એક બસ આશરો તમારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0