મનવા મસ્તાના ગાને પ્રભુનાં ગુણભાઇ દીલડાં દિવાનાં લેને હરિનાં ગુણ ગાઇ ૧/૧

મનવા મસ્તાના ગાને પ્રભુનાં ગુણભાઇ
દીલડાં દિવાનાં લેને હરિનાં ગુણ ગાઇ.....
માઇક પંચ વિષયમાં મનવા, આજ ગયો તું ફસાઇ
શાણા હજી સમજતો સારૂ, છે વિષયો દુ:ખ દાઇ રે...... મનવા
રત્ન સમું આ નરતન પામી, રહ્યાં વિષય લપટાઇ
આયુષ્ય અવધી પુરી થાતાં, કામ ન આવે કાંઇ રે....... મનવા
અવસર આજ અમુલખ આવ્યો, ભૂલે શું ભરમાઇ
હાથ ચડ્યો હીરો જાશે, રાખ મંહી રોળાઇ........ મનવા
ઘડી પળ જાતાં દિવસ વીત છે, માસ વર્ષ વહી જાઇ
મનમોહન ઘનશ્યામ પ્રભુ ગુણ, ગાતા લાભ સવાઇ....... મનવા
મનવા મસ્તાના અરે, ગાને પ્રભુ ગુણભાઇ
મનમોહન ઘનશ્યામજી, એક જ છે સુખદાઇ
સં. 2006 ચૈત્ર શુદ - 15 ચંદ્રગ્રહણ રવીવાર

મૂળ પદ

મનવા મસ્તાના ગાને પ્રભુનાં ગુણભાઇ

મળતા રાગ

પંખીનો મેળો ભેળો રહે કેમભાઇ..(કેશવકૃતિ)

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી