અરજ અમારી સુણો, શ્રી હરિ સરજનહારા રે વિનતિ અમારી વ્હાલા સુણજોરે ૧/૧

 અરજ અમારી સુણો, શ્રી હરિ સરજનહારા રે.....            પ્રભુજી મારા

વિનતિ અમારી વ્હાલા સુણજોરે.....
ચતુર સુજાણ તમે, હ્રદય મંદિરમાં રહેનારારે.....           પ્રભુજી..
શું કહીએ મુખથી પ્રભુ તમને, સઘળું છો જાણનહારારે..   પ્રભુજી..
વિષમ કળીનો કાળ છે આવ્યો, ધરમ ભરે છે ઉચાળારે…પ્રભુજી..
શિલવંતો સદાચાર સીધાવ્યો, અધર્મ મારે ઉછાળારે.....  પ્રભુજી..
સત્ય દયા તવ શૌચ સંતાયા, અસત્ય કરે ઝબકારારે..... પ્રભુજી..
ન્યાય નીતિનાં નામની માથે, દીધાં છે લોખંડી તાળાંરે....પ્રભુજી..
લાજ અને મરજાદ ને વિષે, થયાં છે ઘોર અંધારારે.....   પ્રભુજી..
પંચવિષયની પ્રચંડ તોપે, પૂર્ણ ચલાવ્યા છે મારારે.....   પ્રભુજી..
સાધુ જનોને સળગાવી મારે, કાળ કળીના અંગારારે..... પ્રભુજી..
અધર્મે કાળો કેર કર્યો છે, રિબાયે રંક બિચારાંરે.....        પ્રભુજી..
સંસાર સાગરે મૂકી છે માઝા, ક્યાંએ ન દિસે કીનારારે.... પ્રભુજી..
ભક્ત તમારા આજ પૂકારે, ઉગારો દીનદયાળારે.....      પ્રભુજી..
યુગે યુગે અવતાર ધરો તમે, ગીતામાં સુર પૂરનારારે....પ્રભુજી..
મનમોહન ઘનશ્યામ તમારી, જપીએ નીશદિન માળારે.. પ્રભુજી..
અરજ અમારી સુણજો, શામળીયા સુખધામ
ઉગારંજો કળી કાળથી, મનમોહન ઘનશ્યામ

સં. 2007 ના જેઠ શુદ - 3 ને ગુરુવાર.

મૂળ પદ

અરજ અમારી સુણો, શ્રી હરિ સરજનહારા રે

મળતા રાગ

વેગે વ્હેલા આવો મારા જીવન ના આધાર પ્રભુજી મારા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી