મોહનજી મંદિર આવીયા, ધન્ય આજ ઘડી૯/૧૫

પદ ૯/૧૫ ૮૬૪

મોહનજી મંદિર આવીયા, ધન્ય આજ ઘડી,

મેં મંદિરમાં પધરાવ્યા. ટેક

મેં જુગતે કરી જમાડયા, મેં રસીયો રંગ્ય રમાડીયા. ધન્ય ૧

મારૂં મનગમતું વાલે કર્યુ, મારૂં શ્યામ થકી કારજ સર્યુ. ધન્ય ૨

હું મોહનના મનમાં ગમી, મારે કોઇ વાતે ન રહી કમી. ધન્ય ૩

મારે મોહનવરસું લે લાગી, મારે જીતવાની નોબત વાગી. ધન્ય ૪

મારે મંદિર વશીયા ગિરધારી, મુક્તાનંદ જગથી થઇ ન્યારી. ધન્ય ૫

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
બેઠે ધર્મકુંવર ઘનશ્યામ
Studio
Audio
0
1