એવી અચરજય લીલા એની, જોઇ તે જાણે ૫/૬

પદ પ/૬ ૮૭૯

એવી અચરજય લીલા એની, જોઇ તે જાણે વર્ણવ્યાંમાં નાવે બેની.  ટેક
લટકાળાજીની લાવન, વળી શામ છબી મન ભાવન. જોઇ 
એની મોરલડી મર્માળી, ગાવંતા તીખી તાલી. જોઇ 
એની પાઘલડી પેચાલી, એની મુર્તિ અતિ લટકાળી. જોઇ 
એની આંખુ કામણગારી, એની શોભાની બલહારી. જોઇ 
ઝલકે નલવટની કાંતિ, એની સુંદર ઉન્નત છાતિ. જોઇ 
એની વનમાળા મન ગમતી એની ઉંડી નાભી નમતી. જોઇ 
એને રાધા સરખી રાણી, જેને સંગે સૈયર સયાણી. જોઇ 
એની જમાડ્યાની જુકિત, એને પૂર્ણ કર્તા પંકિત. જોઇ
મુક્તાનંદ મોહન હાંસી, એ મન હરવાની ફાંસી. જોઇ 

મૂળ પદ

એક સમે બિરાજે વાલો, નૌતમ રૂપ નંદલાલો શોભા શી કહીયે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી