પ્રભુ પાર ઉતારો રે..... ભયાનક ભવજળથી નૌકા નાથ ઉગારો રે..... સાગર મધ્યે લડથડતી ૧/૧

પ્રભુ પાર ઉતારો રે..... ભયાનક ભવજળથી,
નૌકા નાથ ઉગારો રે..... સાગર મધ્યે લડથડતી,
ભવસાગર માંહી રે..... ભારે થઇ છે ભરતી,
એનાં મોઝાની માંહી રે..... જીવન આશ તરફડતી,
નાખ્યાં નોગળ ધીરનાં રે..... તો યે નથી નાંગળતી,
અંતરમાંહી અધીરનાં રે..... શાંતી નથી સાંપડતી,
ચિત્તડાં માંહી ચિંતા રે..... ચેતાવે છે ચડચડતી,
આગ લાગી ઓચિંતા રે..... પડી વીજ કડકડતી,
દીન બંધુ દયાળા રે..... નથી દુ:ખની ગણતી,
સહજાનંદ પ્યારા રે..... વેળા કરજો વળતી,
નૌકા માવન તનની રે..... વારે વારે નહીં મળતી,
પ્રભુ જરૂર જતનની રે..... મૂકો શીદને ટળતી,
હરિકૃષ્ણ કૃપાળા રે..... વ્હાંરે આવો વિશ્વપતિ,
મનમોહન મારા રે..... નથી તુજ વિણ ગતિ,
માનવ તન નૌકા સમું ભવજળમાં અથડાય,
મનમોહન ઘનશ્યામ વિણ, કાંઇ કરે ન સહાય.
સં. 2007 અષાઢ શુદ 5 ને સોમવાર.

મૂળ પદ

પ્રભુ પાર ઉતારો રે..... ભયાનક ભવજળથી

મળતા રાગ

અમે અવીનાશી જોતાં રે, વ્હાલા તારી વાટલડી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી